When life gives you a hundred reasons to cry, show life that you have a thousand reasons to smile.

વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

=======================================

ડિજિટલ વિજ્ઞાન બુક ધોરણ ::- 7 દ્વિતીય સત્ર (પ્રકરણ 10 થી 12 )

12 January

 પ્રશ્નોતરી MCQ

પ્રકરણ 10 . સજીવોમાં શ્વસન

  

(1) સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે ? – કોષ

(2) સજીવ શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે ? - ઓક્સિજન

(3) કોષીય શ્વસનના કેટલા પ્રકાર છે ? – બે

(4) જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગ સાથે પ્રક્રિયા થતાં કયા કયા ઘટકો મળે છે ? – CO2 + પાણી + શક્તિ

(5) વંદામાં હવા શાના દ્વારા શરીરની અંદર પ્રવેશે છે ? – શ્વસન છિદ્રો

(6) ભારે કસરત કરતાં પગના સ્નાયુઑ ખેંચાઈ જાય તેનું શાના કારણે થાય છે ? – લેક્ટિક એસિડના કારણે

(7) માછલીમાં શ્વસન ફેફસા દ્વારા થાય છે ? આ વિધાન ખરું છે કે ખોટું ? – ખોટું

(8) અળસિયા શાના દ્વારા શ્વસન કરે છે ? – ત્વચા

(9) ઉરસગુહાના તળિયે પડદા જેવી રચનાને શું કહે છે ? – ઉરોદરપટલ

(10) વહેલ અને ડોલ્ફિન જેવા પ્રાણીઓ કયા વર્ગમાં આવે છે ? – સસ્તન

(11) જારક શ્વસન દરમિયાન કોનું સંપૂર્ણ દહન થાય છે ? – ગ્લુકોઝ

(12) વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રો જેવી રચના એ શું છે ? – પર્ણરંધ્રો

(13) હવામાં કાર્બનડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે ? – 0.04 %

(14) અજારક શ્વસન શેની ગેરહાજરીમાં થાય છે ? – ઓક્સિજનની

(15) ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુની હાજરી તપાસવાના પ્રયોગ માટે નીચેનામાંથી કયું દ્રાવણ લેશો ? – ચુનાનું નીતર્યું પાણી

(16) ચુનાનું નીતર્યું પાણી કાર્બન ડાયોક્સાઈડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં દ્રાવણ કેવા રંગનું બનશે ? – દુધિયા રંગનું 
પ્રકરણ 11
પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન 


(1) રુધિરના મુખ્ય ઘટકો કેટલા છે ? – ત્રણ (3)

(2) હદયમાં મુખ્યત્વે કેટલા કર્ણકો અને ક્ષેપકો આવેલા હોય છે ? – 2 કર્ણકો અને 2 ક્ષેપકો

(3) રુધિરને ગાળવાનું કામ કયા અવયવમાં થાય છે ? – મૂત્રપિંડમાં (કિડની)

(4) વનસ્પતિમાં પાણીનું શોષણ કયા ભાગમાં થાય છે ? – મૂળરોમમાં

(5) જલવાહક પેશીનું કાર્ય શું છે ? – કાર્બોદિતનું સંશ્લેષણ

(6) ______ ના કોષોમાં હિમોગ્લોબિન હોય છે ? – ધમનીમાં

(7) રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે ? – રક્તકણ

(8) હ્રદયનો કયો ખંડ સૌપ્રથમ ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે ? – ડાબું કર્ણક

(9) શરીરના ભાગોમાથી કાર્બન ડાયોક્સાઈડયુક્ત (અશુધ્ધ) રુધિર હ્રદયના કયા ખંડમાં પ્રવેશે છે ? – જમણા કર્ણકમાં

(10) પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં કેટલા લિટર આશરે મૂત્રનો ત્યાગ કરે છે ? – 1 થી 1.8 લિટર

(11) ફુપ્ફુસીય ધમની દ્વારા રુધિર શામાં વહન પામે છે ? – ફેફસાંમાં

(12) મૂત્રમાં પાણીનું પ્રમાણ કેટલા ટકા અને યુરિયાનું પ્રમાણ કેટલા ટકા હોય છે ? – 95 % એન 2.5 %

(13) માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે ? – એમોનિયા

(14) ફુપ્ફુસીય શિરા શામાં ખૂલે છે ? – ડાબા કર્ણકમાં

(15) વનસ્પતિમાં પાણી અને ખનીજ દ્રવ્યોના દ્રાવણના વહન માટે કઈ રચના આવેલી છે ? – જલવાહક પેશી 

(16) મનુષ્યમાં ઓક્સિજનયુક્ત રુધિરના વહનનો સાચો માર્ગ જણાવો.ફેફસાં     ડાબું કર્ણક     ડાબું ક્ષેપક     શરીરના વિવિધ ભાગો તરફ પ્રકરણ 12
વનસ્પતિમાં પ્રજનન


(1) પિતૃમાથી નવા સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહે છે ? –પ્રજનન  

(2) વાનસ્પતિક પ્રજનનના પ્રકારો કેટલા છે ? – બે

(3) નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની ક્રિયાને શું કહે છે ? – ફલન 

(4) પરાગરજનું પુષ્પના પરાગાશયમાથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને શું કહે છે ? – પરાગનયન

(5) સ્વપરાગનયન ક્રિયામાં વાહકો તરીકે કિટકોની જરુરુ પડે છે કે નહીં ? હા કે ના પર ક્લિક કરીને જવાબ આપો. – ના

(6) કલિકાસર્જન નીચેનામાથી શેમાં જોવા મળે છે ? – યીસ્ટ

(7) પરિપક્વ અંડાશય (બીજાશય) શું બનાવે છે ? – ફળ

(8) બીજાણુ સર્જન કરતી વનસ્પતિ કઈ છે ? – બ્રેડ મોલ્ડ (મ્યુકર)

(9) પાનફૂટીમાં પ્રજનન શાના દ્વારા થાય છે ? – પર્ણ

(10) હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે ?

બીજાણુસર્જન

(11) માંસલ ફળો કયા-કયા છે ? – કેરી , તરબૂચ , ચીકુ ,સફરજન ,બોર , લીંબુ વગેરે

(11) પરાગાશય કોનો ભાગ છે ? – પુંકેસરનો

(12) નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતા કોષને શું કહેવામા આવે છે ? – ફલિતાંડ    

(13) સ્પાયરોગાયરામાં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે ?

અલિંગી પ્રકારનું (અવખંડન)

(14) પવન દ્વારા બીજવિકિરણ શેમાં જોવા મળે છે ? – મેપલ વનસ્પતિમાં

(15) પુષ્પના સ્ત્રીકેસરના અંડાશયમાં શું ઉત્પન્ન થાય છે ? – અંડકNo comments:

Powered by Blogger.