4. સરસ્વતી સાધના યોજના
નમસ્કાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો,
આજે હું તમને એક એવી શિક્ષણ અંગેની યોજના વિશે માહિતગાર કરવા આવ્યો છું જેની જરૂરિયાત સૌ કોઈ લોકોને પડે છે તો તે યોજનાનું નામ છે સરસ્વતી સાધના સાયકલ યોજના.
આ યોજનાની જરૂર સૌથી વધારે છે તેવું કહેવા પાછળનું કારણ એ છે કે હાલના સમયની અંદર ગામ કે શહેર ની અંદર ઘર અને શાળા વચ્ચેનું અંતર ઘણું બધું હોય છે તે ધ્યાને રાખી સરકાર શ્રી દ્વારા કન્યાઓને કોઈપણ અંતર ની મર્યાદા વગર સાયકલ ની સહાય આપવામાં આવે છે જેના દ્વારા વિદ્યાર્થીઓ શાળાએ સમયસર પહોંચી શકે છે કારણ કે વિદ્યાર્થીઓને ઘરે પણ એટલું કામ હોવાને કારણે શાળામાં સમયસર આવી શકતી નથી તો આ સાઈકલની જો વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવતી હોય તો આ યોજનાનો લાભ લઇ લેવું ખુબ જરૂરી છે.
સરસ્વતી સાધના સાયકલ યોજના.
કોને લાભ મળે.
અનુસૂચિત જાતિની ધોરણ ૯ માં અભ્યાસ કરતી કન્યાઓને કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના હેતુથી કન્યાઓને અંતર ની મર્યાદા વગર શાળાએ આવ-જા કરતી કન્યાઓને સાયકલ સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 150000 અને ગ્રામ વિસ્તાર માટે 120000 છે.
લાભ ક્યાંથી મળે.
નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી તમામ જિલ્લાઓમાં.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી જિલ્લા પંચાયત તમામ જિલ્લાઓમાં.
સમાજ કલ્યાણ નિરીક્ષક શ્રી સબંધીત તાલુકા માં સહાય માટે અરજી કરી શકે છે.
કેટલો લાભ મળે.
આ યોજનામાં ભેટ સ્વરૂપે સાયકલ સહાય આપવામાં આવે છે.
કયા કયા પુરાવો જોઈએ.
આવકનો દાખલો.
જાતિનો દાખલો.
નોંધ.
આ યોજના અંતર્ગત ડીજીટલ ગુજરાત પોર્ટલ માં શાળાએ વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે.
વિડિયો જુઓ.
સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત કોને લાભ મળે ક્યાંથી લાભ મળે કેટલો લાભ મળે અને તે લાભ લેવા માટે કયા કયા પુરાવાની જરૂર પડે તેમ જ તે લાભ લેવા માટે કઈ જગ્યાએથી અરજી કરવાની છે તેની ઉપરોક્ત માહિતી ની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે.
માતાના મુદ્દો એ છે કે જ્યારે પણ આ યોજનાના ફોર્મ ભરવું હોય ત્યારે શાળા સમય અને તારીખ પ્રમાણે વિદ્યાર્થી કે વાલી એ જરૂરી ડોક્યુમેન્ટ શાળામાં જમા કરાવી ઓનલાઈન અરજી કરાવી લેવી જોઈએ અને આ અરજી માટે સરકારે આપેલ સમય પ્રમાણે આપણે આપણા શિક્ષક શ્રી ને રૂબરૂ મુલાકાત પણ કરી લેવી જોઇએ.
એ પ્રમાણે શિક્ષણ અંગેની યોજના માં મધ્યાન ભોજન યોજના શિષ્યવૃત્તિ યોજના વગેરે યોજનાઓ નો લાભ પણ લેવો ખૂબ જરૂરી છે જો તમે આ યોજના સિવાયની બીજી યોજના વિશે જાણવા માગો છો તો અમારા હોમ પેજ ની અંદર બધી યોજના વિશેની માહિતી આપેલી છે તો તે યોજનાઓ વિશે ની તમે માહિતી વાંચી શકો છો અને શિક્ષણ ની અંદર જ નહીં આરોગ્ય ની અંદર તેમજ અન્ય વિભાગોની અંદર પણ સરકાર દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેને લગતી માહિતી તમને અમારા બ્લોગની અંદરથી મળી જશે તો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહો અને અમારા બ્લોગની એકવાર મુલાકાત લીધી છે તે બદલ તમારો ખુબ આભાર અને આવી રીતે જ અમારા બ્લોગ સાથે કાયમ જોડાયેલા રહો તેવી એક આશા છે.
જરૂરિયાતમંદ વિદ્યાર્થી અને વાલી સુધી આ સંદેશાને પહોંચાડો એવી પણ એક અપેક્ષા રાખું છું.
આભાર...
No comments: