5. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અને 6. વિદ્યાદીપ વીમા યોજના.

 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો તેમજ શિક્ષક મિત્રો.


અગાઉની પોસ્ટની અંદર આપણે શિક્ષણ અંગેની શિષ્યવૃત્તિ યોજના યોજના મધ્યાન ભોજન યોજના વિશે માહિતી મેળવી હતી.આજે શિક્ષણ અંગેની બે યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને આપવા માટે આ એક પોસ્ટ તૈયાર કરી છે જેની અંદર વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અને વિદ્યાદીપ વીમા યોજના વિશેની માહિતી તમને આપવામાં આવશે.


વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના.
લાભ કોને મળે.

બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબની કન્યા ને ૦ થી ૫૦ ટકા સુધીનો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામની પહેલા ધોરણમાં દાખલ થતી સરકારી પ્રાથમિક શાળા ની કન્યા ને મળવા પાત્ર છે.


ઉપર દર્શાવ્યા પ્રમાણે પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં જ્યારે કોઈ પણ કન્યા નું એડમિશન કરાવવામાં આવે છે ત્યારે તેના કુટુંબજે રેશનકાર્ડ ધરાવે છે તે બીપીએલ રેશન કાર્ડ હોવું જરૂરી છે અને બીપી તે ગામની સ્ત્રીઓનો સાક્ષરતા દર શૂન્યથી 50% હોવો જરૂરી છે


કેટલો લાભ મળે.


ઉપર મુજબ જણાવ્યાનુસાર વર્ગમાં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને રૂપિયા 2000 બોર્ડ મળવાપાત્ર થાય છે.


જે બોન્ડની રકમ ધોરણ આઠ પાસ કર્યા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.


આપ ક્યાંથી મળશે.

જે તે શાળામાંથી વિદ્યાર્થી ની અરજી કરી શકશે.


આમ ઉપર દર્શાવ્યા પ્રમાણે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ની અંદર બીપીએલ કાર્ડ ધારકો અને જે ગામની સ્ત્રીઓ સાક્ષર દર ૫૦ ટકા સુધીનો હોય સેવા ગામની શાળામાં પહેલા ધોરણમાં એડમિશન લેતા વિદ્યાર્થીની આ નામે આ બોન્ડ લખાય છે. અને આ બોન્ડની રકમ રૂપિયા 2000 હોય છે.


 ક્યારે રકમ મળશે.

જ્યારે વિદ્યાર્થી ધોરણ આઠ સુધી સળંગ પાસ કરશે ત્યારબાદ વ્યાજ સાથે બે હજારની રકમ મળશે.

વધુ વિગતો માટે વિડીયો જુઓ.
વિદ્યાદીપ વીમા યોજના નમસ્કાર વિદ્યાર્થીમિત્રો ઉપર યુક્ત માહિતી આપણે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના નો લાભ કોને મળશે કેટલો લાભ મળશે ને ક્યાંથી મળશે તેની વિગતવાર માહિતી આપી તો હવે હું તમને એક વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર થાય તેવી નવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યો છું જેનું નામ છે વિદ્યાદીપ વીમા યોજના.
લાભ કોને મળે.


ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામેલ કોઈપણ વિદ્યાર્થીને વિદ્યાદીપ યોજના નો લાભ મળવાપાત્ર થાય છે.કેટલો લાભ મળે.


વાહન અકસ્માત, ઝેરી કંઈ કરડવાથી, વિજય શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રૂપિયા ૫૦ હજારની સહાય ચુકવવામાં આવે છે.લાભ ક્યાંથી મળશે.


સંબંધિત સ્કૂલમાંથી અરજી કરી અને લાભ મેળવી શકાશે.કયા કયા પુરાવા જોઈએ.


post mortem report

 એફ આઈ આર ની નકલ 

પંચનામું 

મરણ નું પ્રમાણપત્ર 

પેઢીનામું

ઇમદેન્ડિતી નમૂનો ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર.


વધુ વિગતો માટે વિડીયો જુઓ.ઉપરી દર્શાવ્યા પ્રમાણે લાભ લઈ શકાય પરંતુ આપણે તો વિદ્યાર્થી માટે ભગવાન પાસે રાખી કે દરેક વિદ્યાર્થીને લાંબુ આયુષ્ય આપે જેથી તે પોતાનો અભ્યાસ સારી રીતે કરી અને પોતાની સારી કારકિર્દી બનાવી શકે પરંતુ કાર્ડ સમય પ્રમાણે જો કોઈ વિદ્યાર્થી નું ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણે મૃત્યુ થાય તો કુટુંબના આ સહાય માટે ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણે શાળામાંથી કરી વિદ્યાદીપ યોજના અંતર્ગત રૂપિયા ૫૦ હજારની સહાય લાભ લેવો.


આશા રાખું છે કે ઉપર દર્શાવ્યા પ્રમાણે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અને વિદ્યાદીપ વીમા યોજના ની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે તો તમારા ધ્યાનમાં હોય અને જરૂરીયાત હોય તેવા વ્યક્તિઓ સુધી આ સંદેશો પહોંચાડો એવી આશા રાખું છું.


 આભાર...

No comments:

Powered by Blogger.