When life gives you a hundred reasons to cry, show life that you have a thousand reasons to smile.

1. મધ્યાહન ભોજન યોજના


શુભેચ્છા સંદેશ


ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય ગીરા ગુજરાતી

કૃષ્ણ ચરણ પુનીત ધરા આ ગાંધીગિરા ગુજરાતી


આજે ગુજરાત અને વિકાસ એ બે શબ્દ એકમેકના પર્યાય રૂપ બની ને દેશ વિદેશમાં સૌને આદર સત્કાર પાત્ર બન્યા છે કૃષ્ણ થી ગાંધીની અને ત્યાર પછી ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પુનીત ધરા એવી આપણા ગુજરાતની ધરતીની ગરમીમાં વધારો ગુજરાત રાજ્ય સરકારે નવતર રીતે ઈપસિત પરિણામો પ્રાપ્ત કર્યા છે.આત્મનિર્ભર થવાનો અને જીવનધોરણ સુધારવા નો હક પ્રત્યેક નાગરિકને છે તેમાં સહાયરૂપ થવા માટે ગુજરાત રાજ્ય સરકારશ્રી તરફથી અત્યંત ખંતપૂર્વક કરાયેલી 100થી પણ વધુ કલ્યાણકારી યોજનાઓ થી સર્વ જરૂરિયાત મંદ સમાજમાં અવશ્ય કરે તેવી અપેક્ષા રાખું છું.


રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સહારા નિયંત્રણને વધાવું છું અને આ દરેક કલ્યાણકારી યોજનાના અમલ દ્વારા આપણું સમૃદ્ધ ગુજરાત સદાય અનોખી ભાત પાડતું રહેશે.


કલ્યાણકારી એવી યોજનાઓ ની અંદર નીચે મુજબની બે યોજનાઓ વિશે આપણે વાત કરીશું.


મધ્યાહન ભોજન યોજનાલાભ કોને મળે

શાળામાં ધોરણ ૧ થી ૮ ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને.


કેટલો લાભ મળે.

શૈક્ષણિક વર્ષ દરમ્યાન કુલ ૨૨૦ દિવસ માટે પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને મધ્યાન ભોજન માં વાર પ્રમાણે નીચે મુજબ જુદી-જુદી વાનગીઓ આપવામાં આવે છે.


1. સોમવારે પ્રથમ ભોજન વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં સુખડી આપવામાં આવે છે.


2.મંગળવારે પ્રથમ ભોજન કેટલા અને સુકી ભાજી તેમજ નાસ્તામાં ચણા ચાટ આપવામાં આવે છે.


3. બુધવારે પ્રથમ ભોજન વેજીટેબલ પુલાવ અને મિક્ષદાલ આપવામાં આવે છે.


4. ગુરુવારે દાળ ઢોકળી પ્રથમ ભોજનમાં અને નાસ્તામાં ચણા ચાટ આપવામાં આવે છે.


5. શુક્રવારે પ્રથમ ભોજનમાં દાળ-ભાત અને નાસ્તામાં મુઠીયા આપવામાં આવે છે.


6. શનિવારે વેજીટેબલ પુલાવ પ્રથમ ભોજન અને નાસ્તામાં ચણા ચાટ આપવામાં આવે છે.

રાજ્ય સરકાર શ્રી દ્વારા જિલ્લાના રીતે તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવા તાલુકામાં ઉનાળુ વેકેશન દરમિયાન મધ્યાન ભોજન તેમજ દૂધ સંજીવની યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને અઠવાડિયામાં પાંચ વાર ફોર્મ થી શુક્રવાર સુધી ૨૦૦ એમએલ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.


ક્યાંથી લાભ મળશે.

દરેક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિયો ને લાભ મળશે.


કયા કયા પુરાવા જોઈએ.

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોવા જરૂરી છે.


મધ્યાન ભોજન માટેની વધારાની કોઈપણ માહિતી માટે તમે એક ફોન નંબર આપેલો છે તેના ઉપર વાત કરી શકો છો જે ટોલ ફ્રી નંબર છે.

૧૮૦૦ ૨૩૩ ૭૯૬૫


Full pdf download


Official website Open


આપણે જાણીએ છીએ કે શિક્ષણ મેળવો એ આપણું અધિકાર છે પરંતુ શિક્ષણ ની અંદર ઘણા કુટુંબ અજ્ઞાન હોવાથી બાળકોને સ્કુલે મુકવા ની જગ્યાએ ખેતરમાં કે અન્ય જગ્યાએ કામ કરાવતા હોય છે.


તો તે વાલી ને મારી નમ્ર અપીલ છે કે તમારા બાળકને શાળાની અંદર ભણવા મોકલો જો તમારું બાળક થોડું ભણેલો છે તો તેને પોતાની જિંદગીમાં તમારી જેમ કોઇ તકલીફો વેઠવી પડશે નહીં અને તેને સારી રોજગારી પણ મળી રહેશે.

હાલના સમયમાં ભણતર કેટલું મહત્વનું છે તે તો તમે બધા જાણો જ છો તો આ પણ ઘર માટે સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે અને મધ્યાન ભોજન એકને પણ તેવી તો અનેક યોજનાઓ છે જે વધારેમાં વધારે શિક્ષણ ખાતા સાથે જોડાયેલી છે તો આ યોજનાઓનો લાભ લઇ અને તમે તમારા બાળકોને શાળાની અંદર મૂકો તેવી મારી નમ્ર અપીલ છે.


આમ રાજ્ય સરકારના અગણ્ય જનહિત લક્ષી નિર્ણય અને પારદર્શક સંવેદનાત્મક વર્ણનની નોંધ પ્રત્યેક ગામજનો માં લેવાય છે અને એ તેના માટે માનવીય અભિગમ દર્શાવતા દરેક જિલ્લાના વહીવટી તંત્રના દરેક કર્મચારીઓ પણ કટિબંધ છે માટે તે એક આનંદની વાત છે.


તો આ પોસ્ટ ને જરૂરિયાત હોય તેવા લોકો સુધી વધારે વધારે શેર કરો તેવી આપણી પાસે અપેક્ષા રાખું છું.


આભાર...


No comments:

Powered by Blogger.