When life gives you a hundred reasons to cry, show life that you have a thousand reasons to smile.

Breaking news:આખરે શાળાઓ ખુલશે: શિક્ષણમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત


 *Breaking news:આખરે શાળાઓ ખુલશે: શિક્ષણમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત*

http://www.indianjobguru.in/2021/01/the-final-year-colleges-of-ug-and-pg.html


*11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો સહિત UG અને PGની છેલ્લા વર્ષની કોલેજો પણ શરૂ થશે*


*સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે*


▪️સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.

▪️વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

▪️વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.

▪️સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે.

▪️ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે.

▪️રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.

▪️સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.

▪️સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.

▪️વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે

▪️વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.

▪️સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.

▪️વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.

▪️ પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.

▪️વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

▪️જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.


*કુંવરબાઈનું મામેરું યોજના*


*દીકરીના લગ્ન માટે મળશે દસ હજાર રૂપિયાની સહાય*


ગુજરાત સરકારની યોજના


*યોજનાનો હેતુ*

અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે *કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ ₹.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.*


*📖ફોર્મ ડાઉનલોડ કરવા :*


*📑રજુ કરવાના ડોક્યુમેન્‍ટ*

▪️કન્યાનું આધાર કાર્ડ

▪️કન્યાનું ચૂંટણીકાર્ડ

▪️કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ

▪️સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો

▪️સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)

▪️રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

▪️કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો

▪️કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)

▪️વરની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)

▪️લગ્ન નોંધણી પ્રમાણપત્ર

બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)

▪️કન્યાના પિતા/વાલીનું એકરારનામું

કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક

જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો.


*👉🏻આ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા અથવા ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લિંક ખોલો*

https://bit.ly/3mxtXWs


આ યોજનાનો તમામ ને લાભ મળે એ હેતુથી તમામ ગ્રુપ માં મોકલવા વિનંતી.

No comments:

Powered by Blogger.