એલટીસી માટેની સરળ સમજૂતી નીચે મુજબ છે.
📚⭐📚
એલટીસી માટેની સરળ સમજૂતી નીચે મુજબ છે..
✔️ જેને એલ.ટી.સી બ્લોક 2016- 19 નો લાભ લીધેલ છે તેમને મળવાપાત્ર નથી
✔️ ૧૯૮૯ પછી નોકરી માં દાખલ થયેલ શિક્ષકોને બેથી વધુ સંતાન હોય તો તેમને એલટીસીનો લાભ મળવાપાત્ર નથી
✔️જે શિક્ષકોને એલટીસી બાબતે અગાઉ સજા થઈ હોય તો તેમને આ લાભ મળવાપાત્ર નથી
✔️31.12.2018 પહેલા ફુલ પગાર મળ્યો હોય તેવા શિક્ષકોને આ લાભ મળવાપાત્ર છે
✔️ ૫૦૦ રૂપિયા કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિ જ આશ્રિત ગણી શકાય..
✔️ એલટીસીનો લાભ ૪ વ્યક્તિ સુધી મળી શકે છે આ ચાર વ્યક્તિ એક કર્મચારી પોતે અને અન્ય ત્રણ તેને આશ્રિત હોવા જોઈએ.
✔️ પતિ-પત્ની બંને સરકારી કર્મચારી હોય તો પણ તેમને એલટીસીનો લાભ મળવાપાત્ર છે
✔️ એલ.ટી.સી.માં જનારની સેવાપોથી માંથી 10 રજા ઉધારવામાં આવે છે..
✔️ આ દસ રજાનુ છઠ્ઠા પગાર પંચ મુજબ રોકડ માં રૂપાંતર આપવામાં આવે છે..
✔️ જે કર્મચારી ને કુટુંબ માં ૪ વ્યક્તિ હોય તો 4* 6000 =24000
રૂપિયા મળવાપાત્ર છે ...
જે વ્યક્તિ ને કુટુંબમાં 3 વ્યક્તિ છે તેમને 3*6000=18000
મળવા પાત્ર છે...
24000 થી વધુ કોઈ સંજોગો માં મળી શકે નહિ..
✔️ એટલે કે 24000 + 10 દિવસ નો પગાર મળવાપાત્ર છે..
✔️ આ રકમ તો જ મળવા પાત્ર છે જો 10 દિવસ ના પગાર જેટલું ખરીદી નું બિલ હોય તેમજ 24000*3=72000
ની ખરીદી નું બિલ હોય..
✔️આ બિલ માં 12% કરતા વધુ જીએસટી કપાયેલ હોવુ જોઇએ
✔️આ રકમ ની ચુકવણી રોકડ માં થયેલ ન હોવી જોઈયે
✔️બિલ માં કાપેલ 12% જીએસટી બિલ વાળી પેઢી કે દુકાન જો જીએસટી ભરે તો જ આ રકમ મળવા પાત્ર છે..કોઈ ફ્રોડ જીએસટી નંબર ધરાવતી પેઢી ના બિલ પરથી એલ.ટી.સી ની રકમ મળી શકે નહિ..
✔️ટોટલ રકમ નું એક જ બિલ હોય તો ચાલે
✔️ટોટલ રકમ ના અલગ અલગ બિલ હોય તો પણ ચાલે
✔️બિલ માં નામ જે તે કર્મચારી નું જ હોવું જોઈએ..
✔️ સવ પ્રથમ તાલુકા માં અરજી કરવી..આ અરજી નો નમુનો સોમવાર ના દિવસે બનાવીને મૂકવામાં આવશે..એની સાથે ક્યાં documents જોડવા તે પણ અરજી માં લખેલ હશે..
✔️રેશનકાર્ડ ફરજિયાત હશે..તેમાં તમામ ના નામ હોવા જરૂરી છે..18 વર્ષ કરતા મોટી ઉમર ના બાળકો હોય તો સંપૂર્ણ આશ્રિત હોવા જોઈયે..એ બાબત નું લખાણ અરજી સાથે રજૂ કરવું...
✔️કર્મચારીની અરજી ના આધારે તાલુકા માંથી એલ ટી સી મંજૂરી નો આદેશ કરવામાં આવશે..
✔️ ખરીદી નું બિલ આ આદેશ ની તારીખ પછી નું અને 31.3.21 પેલા નું હોવું જોઈએ..
✔️બિલ ની નકલ તાલુકા માં જમાં કરાવ્યા બાદ 10 દિવસ નો રજા રોકડ નો આદેશ કરવામાં આવશે.
✔️કેન્દ્રવર્તી આચાર્ય દ્વારા બિલ બનાવી પગારબીલ સાથે તાલુકા માં રજૂ કરવામાં આવશે
✔️ત્યાર બાદ જ્યારે પગાર સાથે વધુ ગ્રાન્ટ આવશે ત્યારે પગાર ની સાથે આ રકમ કર્મચારીને ચૂકવવામાં આવશે..
✔️રજા રોકડ નો લાભ લેવો ફરજિયાત છે
✔️કોઈ વ્યક્તિ ને કુટુંબ ના 4 વ્યક્તિ હોય તો તેને 4*6000=24000 મળવા પાત્ર થાય જો તે 72000 ની ખરીદી કરે ...
પણ તેની ખરીદી 72000 કરતા ઓછી હોય , ધારો કે 30,000 ની હોય તો 10,000 એટલે કે ખરીદી ની રકમ નો તીજા ભાગ ની રકમ મળવા પાત્ર છે...
✔️જરૂર પડશે તો અસલ બિલ મગવવામાં આવશે..
✔️ બેંક સ્ટેટમેન્ટ અથવા બેંક પાસ બુક ની નકલ ખાસ રજૂ કરવી પડશે..જેથી ખરાઈ કરી શકાય કે ડિજિટલ payment thyel che..
✔️હિસાબી વાળા મિત્રો સાથે ચર્ચા કર્યા બાદ ઓડિટ પારા ન આવે તે રીતે ની આ સૂચના છે...
✔️આ એલ. ટી.સી. ફરવા જવાનું નથી..
✔️દસ દિવસ ની રજા સર્વિસ બુક માંથી ઓછી થાય પણ શાળા માં તો આવવું જ પડે.. ઘણા મિત્રો એવું માને કે ૧૦ દિવસ રજા ...પણ આવી કોઈ રજા મળવા પાત્ર નથી...રજા રોકડમાં મળે છે એટલે રજા ઓછી થાય છે..
No comments: